ગાયોને ચારો ખવડાવી જન્મદિવસ ઉજવ્યો મોરબી : મોરબીના યુવા પત્રકાર અતુલભાઈ જોશીના લાડકા પુત્ર વ્યોમ નો આજે જન્મ દિવસ છે, તા. ૧૩ માર્ચ ૨૦૦૬ ના રોજ જન્મેલા વ્યોમના જન્મ દિવસે આજે દેખાડો કે ભભકો કરવાને બદલે ગૌમાતાને ચારો નાખીને સાદાઈ પૂર્વક જોશી પરિવારે વ્યોમ નો જન્મ દિવસ ઉજવ્યો હતો. આજના અવસરે વ્યોમ ના દાદા મુકુંદભાઈ, પપ્પા અતુલભાઈ, મમ્મી રિદ્ધિબેન સહિતના પરિવારજનો દ્વારા વ્યોમને શુભકામનાઓ પાઠવી જિંદગીમાં ખુબજ પ્રગતિ કરે તેવા શુભાષિશ આપ્યા હતા.