બેલા ગામે વિશાળ ગ્રાઉન્ડમાં બોયઝ અને ગર્લ ટીમો માટે નોક આઉટ ટુર્નામેન્ટ મોરબી : મોરબી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજથી બેલા ગામના વિશાળ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાશે. પ્રાપ્ત વિગતો મુજબ ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા છેલ્લા ઘણા સમયથી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યુવકો અને યુવતીઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં આજથી મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા બેલા ગામ ખાતે આવેલ વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો પ્રારંભ કરવામાં આવશે. વધુમા આ ફૂટબોલ ટુર્નામેન્ટ નોકઆઉટ છે જેમાં બોયઝ અને ગર્લ્સ બન્ને ટીમો ભાગ લેશે ફૂટબોલ ટૂર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘઘાટન સાંજે ૬ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, ક્લોક એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સહિતના મહાનુભાવો હાજર રહેનાર હોવાનું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.