મોરબીના પાનેલી રોડ પર તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

- text


આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનના હાથમાં બાજરંગબલી ત્રોફાવેલ છે : ત્રણેક દિવસ પહેલા ડૂબ્યાની આશંકા

મોરબી : મોરબીમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટનામાં પાનેલી રોડ પર આવેલ તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે, પ્રાથમિક તપાસમાં યુવાનનું ડૂબી જ્વાઘી મૃત્યુ થયું હોવાનું મનાય રહ્યું છે જો કે આ બનાવ હત્યા નો છે કે આત્મહત્યાનો તે દિશામાં પણ પોલીસે નજર દોડાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી રોડ પર આવેલ ઇસ્કોન ફેકટરી નજીક આવેલ પાણીના તળાવમાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.

- text

દરમિયાન અંદાજે ૩૦ થી ૩૫ વર્ષના આ યુવાનની લાશ અત્યન્ત ફુલાઈ ગયેલ હોય બે કે ત્રણ દિવસ પહેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસ માની રહી છે, વધુમાં આ યુવાનના હાથમાં બજરંગબલી ત્રોફાવેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બે દિવસમાં પાણીમાંથી આ બીજી લાશ મળી છે ત્યારે આ યુવાનની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કરી છે તે સહિતની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text