હળવદ : હળવદની ધરતીનગર સોસાયટીમાં તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૪૯૦૦૦ ની માલમતા ચોરી જતા પોલોસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ હળવદ પોલીસ મથકમાં રાજેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણ ઉ.૩૩ ધંધો નોકરી રહે ધરતીનગર સો.સા હળવદ મુળ ગામ માથાસુરીયા તા બાયડ જી. અરવલી વાળાએ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા તસ્કરો તેમના ઘરમાંથી લેપટોપ, રોકડ અને એલસીડી સહિતની ૪૯ હજારની માલમતા ચોરી ગયા છે. વધુમાં અજાણ્યા તસ્કરો ફરીયાદીના રહેણાક મકાનમાં રસોડાની બારીની ગ્રીલ તોડી કોઇ ઇસમ મકાનમાં પ્રવેશી મારા ધરમાથી રોકડ રૂ ૩૫૦૦૦- તથા એલસીડી ટીવી ૫૦૦૦/- તથા લેપટોપ કિ.રૂ ૬૦૦૦- તથા અન્ય ઘરવખરી ની વસ્તુ ઓ મળી કુલ રૂ ૪૯૦૦૦- ના મુદમામાલ ની ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.