૮ મી માર્ચે ટંકારામાં મહિલા સંમેલન યોજાશે

- text


આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન

ટંકારા : આગામી ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ટંકારા ખાતે મહિલા સંમેલન અને વિચાર ગોષ્ઠીનું આર્યસમાજ તતાન હાટડી દ્વારા આયોજન કરાયું છે.

આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સાંજે ૪ થી ૭ દરમિયાન મહિલા સંમેલનનું આયોજન કરાયું છે જેમાં નખત્રાણા કચ્છના સમાજ સેવી મહિલા કાર્યકર સોનલબેન શેઠિયા હાજર રહેશે અને મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આપશે.

- text

આ ઉપરાંત વિશ્વ મહિલા દિવસે એક વિચાર ગોષ્ઠીનું પણ આયોજન કરાયું છે, સમગ્ર આયોજનને સફળ બનાવવા હસમુખભાઈ પરમાર અને આર્યવિરો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

- text