ગાળા ગામ નજીક આવેલ બજરંગ જિન માં આગને પગેલ ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે : આગમાં કપાસ ભસ્મીભૂત મોરબી : મોરબી - માળીયા હાઇવે પર ગાલ નજીક કોટન જીનિંગ મિલમાં આજે બપોરે પ્રચંડ આગ લાગતા કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો અને આગને પગલે નાસભાગ થતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક આવેલ બજરંગ કોટન જીનિંગ મિલમાં બપોરના સુમારે અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા પ્રચંડ આગના લાબકારામાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગની ઘટનાની જાણ થતાં જ મોરબી પાલિકાના ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુજવવા પ્રયાસો જારી રાખ્યા હતા, દરમિયાન આગની આ ઘટના માં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ કેવી રીતે લાગી અને કેટલું નુકશાન પહોચ્યું તે અંગેની વિગતો મેળવાઈ રહી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='19506,19507,19508,19509,19510']