મટંકારા : ધુવનગર પાસે 12 નાલા પાસે ભેસ પાછળ પુછળુ પકડી નદી પાર કરતો ભરવાડ યુવાન પાણી મા ગરકાવ થઈ ગયો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડ દોડી જઈ તરવૈયા એ શોધખોળ હાથ ધરી છે. મુળ સામખ્યાળી ના કાનમેર ગામનો ભરવાડ યુવાન ધુવનગર મજુરી કામ માટે આવ્યો હતો અને સાતી તરીકે રહેતો હતો બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સાંજના 4 વાગ્યા ના સુમારે ટંકારા રાજકોટ મોરબી રોડ પર આવેલા 12 નાલા મા ધુવનગર ગામના માલધારી ને ત્યા સાતી તરીકે કામ કરતો અને મુળ સામખ્યાળી ના કાનમેર ગામનો ખોડાભાઈ ભરવાડ ઉ વ 25 અંદાજે ભેસુ ને ચરાવી ધરે જવા નિકળ્યો હતો ત્યારે રસ્તામાં આવતા 12 નાલા ને ફરવા ને બદલે ભેસ નુ પુછળુ પકડી સામે કાંઠે જતા અધ્ધવચ્ચે પાણી મા ગરકાવ થઈ જતા ડુબી ગયા નુ જાણવા મળ્યું છે અને તેની સાથે રહેલો બિજો યુવાને આ જોઈ બચાવ્વા બુમો પાડી અને ગામમાં જાણ કરતા લોકો દોડી આવ્યા હતા અને ટંકારા પોલીસ ને જાણ કરી હતી પોલીસે ડુબી ગયા નો મામલો હોય અને નજરે દેખાતુ ન હોવાથી ફાયરબ્રિગેડ ને બોલાવી હતી પરંતુ ફાયર ના જવાને ફાફાફોરા કરતા કય ન હાથે લાગતા પરત ફર્યા છે હાલ તો ધટના સ્થળે માલધારી સમાજ ભેગા થયા છે અને તરવૈયા ને સહારે શોધખોળ આદરી છે. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='19425,19426,19427,19428']