પુત્રીના જન્મદિન ની સમાજ થી તરછોડાયેલા અને દિવ્યાંગો સાથે ઉજવણી કરી ટંકારા : આજના જેટ યુગ માં ભૌતિક સંપત્તિ એકઠી કરવાની લ્હાય માં લોકો પાસે માનવસેવા ની ફુરસાત રહેતી નથી ત્યારે ટંકારા ના પ્રજાપતિ યુવાન બીપીનભાઈ પ્રજાપતિ ખરા અર્થમાં લોકસેવા કરીને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. પુત્રીના જન્મ દિનની ઉજવણી પણ પ્રેરણાદાયી રીતે કરી હતી. ટંકારના જબલપુર ગામ ના વતની બીપીનભાઈ પ્રજાપતિ માનવસેવા નું ઉત્તમ કામ કરી રહ્યા છે તેમની પુત્રી દિવના બેન ના જન્મદિને બર્થડેપાર્ટીના ખોટા ખર્ચ કરવાને બદલે તેમને સમાજ થી તરછોડાયેલા તેમજ દિવ્યાંગ લોકો ની સેવા કરે છે રોડ પર રખડતા ભટકતા ભિક્ષુક કે પાગલ જેવા લોકોને એક સ્વજન જેવી લાગણી દર્શાવીને પોતાના ઘરે લઈ જઈ વાળ કાપી નવડાવી સ્વચ્છ કરી ચંપલ કપડાં પહેરાવી તેમજ પ્રેમ થી ભોજન કરાવી સમગ્ર સમાજ ને નવો રાહ ચીંધે છે ગત જુલાઈ માસ માં ભારે વરસાદ પડ્યો હતો તે સમયે બીપીનભાઈ પ્રજાપતિએ 11 લોકોના જીવ બચાવીને કબીલેદાદ કામગીરી કરી હતી તેમની આ કામગીરી બદલ વીરતા બહાદુરી પુરસ્કાર માટે કલેકટરે દરખાસ્ત કરી છે. આજે બીપીનભાઈએ પોતાની પુત્રી દિવના બેન ના જન્મદિવસે પણ માનવ સેવાનું લક્ષ આપી સમાજથી તરછોડાયેલા લોકો ને સેવા કરીને તેમજ સ્વજન જેવી હૂંફ આપી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='19334,19335,19336']