મોરબી : મોરબી નજીક વિરપર ગામે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે લગાતાર ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગ વિદ્યાલય તથા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ના ધો.૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ફેશન શો, કૉમેડી નાટક સહિત દેશદાઝને દર્શાવતા અને સામાજિક ચેતના જગાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે બેસ્ટ એક્ટિવિટી, બેસ્ટ પ્રોફેસર અને ૬૫ વિદ્યાર્થીઓને અને શિક્ષકો ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજા, લલિતભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું . ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ પી.ડી.કાંજીયા, બળદેવભાઈ સરવાડિયા, નિલેશભાઈ અઘરા સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='19286,19287,19288,19289,19290']