મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દ્વારા વાલીઓ માટે 25 ફેબ્રુઆરીના રોજ ફ્રી નોલેજ શેરિંગ સિઝન પ્રોગ્રામનું આયોજન કરાયું છે. રવિવારે, ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ, બા ની વાડીની પાછળ, વિરપર ખાતે યોજાનાર આ અનોખા નોલેજ શેરિંગ સિઝન પ્રોગ્રામમાં આજના બાળકને સમજી તેને કેમ વધુ બેહતર બનાવી શકાય તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે દરેક વાલીઓ માટે અતિ મહત્વ આ નોલેજ શેરિંગ સિઝન પ્રોગ્રામમાં મોરબી જિલ્લાના દરેક વાલીઓને ભાગ લેવા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં નોલેજ શેરિંગ સીઝનમાં ભાગ લેવા ઇચ્છતા વાલીઓએ વધુ વિગતો માટે મો.૭૫૭૩૦ ૭૫૦૬૩ અથવા ફોન ૦૨૮૨૨ ૨૯૪૩૩૪૧ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.