મોરબી : મોરબી એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે ૨૩ નંગ ચોરાઉ મોબાઈલ સાથે ચાર ઇસમોને પકડ્યા હોય જે કોઈ વ્યક્તિના મોબાઈલ ચોરાયા હોય તેમને એલસીબી પોલીસનો સંપર્ક સાધવો ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીમાંથી ૨૩ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ચાર ઈસમો પકડાયેલ છે જેથી જાહેર જનતાને જણાવવાનું કે જો કોઈ પણ વ્યક્તિના મોબાઈલ ચોરાયા હોય તો મોરબી એલસીબી શાખા, પોલીસ અધિક્ષક કચેરી, વેજીટેબલ રોડ, જીઈબી ઓફિસની બાજુમાં, મોરબી ખાતે સંપર્ક કરવો અથવા ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૩૪૭૫ અથવા મો. ૭૮૭૪૩૫૪૩૬૩ પર સંપર્ક સાધવા જણાવાયું છે.