મોરબી : મોરબીના સાહિત્ય પ્રેમીઓ દ્વારા અમર કવિતાઓનું પઠન કરી વિશ્વ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં બુધવારે શાયર 'મરીઝ'ની જન્મતિથિની પૂર્વ સંધ્યાએ ભાવાંજલિ કાર્યક્રમ તેમજ ગુજરાતી ભાષાની અમર કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રેના રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ સામે આવેલ સ્વરાંગણ ખાતે યોજાયેલ વિશ્વ ભાષા દિવસની ઉજવણી કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, સાહિત્ય સ્પંદન પરિવાર, પુસ્તક પરબ અને સ્વરાંગન સ્ટુડિયો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.