મોરબી : મોરબીના ઊંચીમાંડલમાં અજાણ્યા શખ્સો વેપારીની દુકાનમાં ઘુસી માથામાં હથોડી ફટકારી અડધા લાખની લૂંટ કરી નાસી છૂટતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉચીમાડલ - તળાવિયા શનાળા રોડ પર આવેલ રાધા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા રસિકભાઈ દેત્રોજા,ઉ.૩૦ પોતાની દુકાન બેઠા હતા ત્યારે ગઇકાલે બપોરે બે અજાણ્યા બાઈક સવાર શખ્સો ધસી આવી વેપારી ને માથા માં હથોડી ફટકારી ગંભીર રીતે ઘાયલ કરી રૂપિયા ૫૫,૫૦૦ ની લૂંટ કરી નાસી ગયા હતા. આ મામલે ઇજાગ્રસ્ત વેપારીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઈ એન.જે.રાણા ચલાવી રહ્યા છે.