કંડલા પોર્ટના કર્મચારી પત્ની સાથે કારમાં અમદાવાદથી કંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીક ડમ્પર પાછળ કાર ઘુસી ગઈ હળવદ : હળવદ નજીક ગોપાલ ધામ પાસે અર્ટિકા કાર ડમ્પર પાછળ ઘુસી જતા કારમાં સવાર ક્રિસચન દંપતી સહિત ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. બનાવની વિગત મુજબ કંડલા પોર્ટમાં ફરજ બજાવતા ક્રિસચન જોસેફભાઈ ચાકો (ઉ.40) પોતાની પત્ની લીલાબેન સાથે આજે અમદાવાદથી પોતાની અર્ટિકા કારમાં કંડલા પરત ફરી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે હળવદ નજીક ગોપાલધામ પાસે આગળ ઉભેલા ડમ્પર પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ક્રિસચન દંપતી અને કારનો ડ્રાઇવર ઇગોરજા મીર મહમદના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા કરૂણ મોત નિપજ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='18975,18977,18976']