વરરાજાની લગ્નની તમામ તૈયારીઓ જોતા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ન્યાયતંત્રના દ્વાર ખખડાવી બાળલગ્ન અટકાવ્યા વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઘીયાવાડ ગામે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્ન અટકાવવા માટે કોર્ટનો સહારો લેવો પડ્યો હતો, સમાજ સુરક્ષા વિભાગે નાની ઉંમરના વરરાજાના લગ્ન ન થાય તે માટે મનાઈ હુકમ મેળવી હુકમની બજવણી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સામાજ સુરક્ષા વિભાગ મોરબીને બાતમી મળતા વાંકનેર તાલુકાના ઘિયાવડ ગામ ખાતે રહેતા યુવકના લગ્ન હાડાટોડા ગામેની યુવતી જોડે લગ્ન યોજાનાર હોય જેમા યુવક ની ઉમર ઓછી હોય માટે તે અંગેની જરૂરી તપાસ કરવા માટે સમાજ સુરક્ષા કચેરી મોરબી તેમજ તાલુકા પોલીસ વાંકાનેર ઘિયાવડ ગામે યુવકના જન્મ તારીખના દાખલાના આધારે ખરાઈ કરતા યુવકની ઉમર ૧૮ વર્ષ ને ૧૧ મહીના હોવાનું ખુલ્યું હતું. વધુમાં સમાજ સુરક્ષા કચેરીના અધીકારી એસ.વી. રાઠોડ દ્વારા બાળ લગ્ન અટકયત અધીનિયમ ૨૦૦૬ અંતર્ગત આ લગ્ન બાળ લગ્ન થતા હોય માટે લગ્ન અટકાવવા તેમજ ગુનાની ગંભીરતા વિશે માહીતી આપી હતી, પરંતુ લગ્નની તમામ તૈયારી થઈ ગઈ હોય સમજાવાવા છતા લગ્ન થવાની ભીતી જણાઈ હતી. જેને પગલે સમાજ સુરક્ષા કચેરી દ્વારા જ્યુડિસિયલ મેજીસ્ટ્રેડ ફસ્ટ ક્લાસ કોર્ટ વાંકાનેર પાસેથી લગ્ન અંગેનો મનાઈ હુકમ લેવડાવવામા આવેલ તેમજ કોર્ટ દ્વારા નોટીસ બજવી વાલીને કોર્ટ મા હાજર રહેવા માટે પણ કહેડાવવામા આવ્યુ હતું. આ રીતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બાળલગ્ન અટકવવા માટે કાનૂની પગલાં લઈ બાળલગ્ન અટકાવવામા આવ્યા હતા.