૨૮ બેઠકો માટે યોજાયેલ ચૂંટણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું મોરબી : આજે યોજાયેલ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં હળવદ પાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે લોકોએ સવારથી જ ઉત્સાહભેર મતદાન શરૂ કર્યું છે. ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન હળવદ નગર પાલિકાની ચૂંટણીમાં બન્ને પક્ષઓ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૬૫ ઉમેદવારો ચૂંટણી જંગ મેદાનમાં છે ત્યારે આજે સવારથી મતદાન શરૃ થતા જ લોકો ઉત્સાહભેર મતદાન કરવા નીકળી ગયા હતા. વધુમાં હળવદ નગરપાલિકા ચૂંટણીમાં કુલ ૩૩ મતદાન મથકો પર ૨૦૦થી વધારે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ખડેપગે ફરજ બજાવી રહ્યા છે અને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. હળવદ નગરપાલિકા ચૂંટણી માટે ૧ ડીવાયએસપી, ૧ પીઆઈ, ૪ પીએસ આઈ, ૮૦ પોલીસ જવાન, ૭૦ જીઆરડીના જવાનો ચૂંટણી પ્રક્રિયામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા છે.