મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાંથી જુગારધામ પકડાયું

- text


રૂપિયા ૫૧,૨૦૦ ની રોકડ સાથે પાંચ શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સનાળા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં ફ્લેટમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂપિયા ૫૧,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરી, પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ સનાળા રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે શક્તિસિંહ લખધીરસિંહ તથા રવિરાજસિંહ ઝાલાને ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ સમર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી મળતા સર્વેલન્સ ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા પાંચ જુગારી રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

આ દરોડા દરમિયાન પોલીસે બહારથી માણસો બોલાવી ફ્લેટમાં જુગારધામ ચલાવતા અર્જુનભાઇ દિનેશભાઇ પઈડા સહિત જુગાર રમવા આવેલા ગૌરવ પ્રાણજીવનભાઈ ગામી, રે.કન્યા છાત્રાલય રોડ રાધપાર્ક, હાર્દિક ઠાકરશીભાઈ મોરડીયા, રે.શ્રીજી પાર્ક સ્કાયમોલ પાસે મોરબી, હિમાંશુ દિલીપભાઈ સુવારીયા, પી.જી.ક્લોક સોસાયટી, અને નિખિલ ભાવનભાઈ સુવારીયા રે.યદુનંદન સોસાયટી મોરબી વાળાને રોકડ રકમ રૂપિયા ૫૧૨૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

 

- text