મોરબી : ત્રાજપર ચોકડી નજીક ડમ્પર ચાલકે એક્ટિવા હડફેટે લેતા ઇજા

- text


મોરબી : મોરબી ત્રાજપર ચોકડી એસ્સાર પંપ સામે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા ચકકની ઇજાઓ પહોચી હતી.

મોરબીના લાલબાગ સરકારી કવાટર્સમાં રહેતા બકુલભાઇ મનુભાઇ વાઘેલા ઉવ- ૫૩ ને ડમ્પર નમ્બર GJ-03-AT-4007 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર ચલાવી એકદમ વણાંક વાળી ફરીયાદીના એકટીવા મો.સા રજી નં GJ-03-EM-2019 ઉપર ટાયર ચડાવી ફરીયાદીના ડાબા પગે પંજાના ભાગે ઇજા કરી ફ્રેકચર કરતા આ અકસ્માત મામલે મોરબી બી ડિવીઝન પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text