મોરબીના ધુંટુ ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે રામકો વિસ્તારમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘૂંટુ ગામે રામકો વિસ્તારમાં રહેતા રમેશભાઈ સેરસિયાની પુત્રી સુધાબેન ઉ. ૨૬ એ ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાલુકા પોલીસે અકસ્માતે મોત નિપજ્યાની નોંધ કરી હતી.

- text

દરમિયાન આ મામલે તપાસ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની સગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.

- text