હળવદના ચરડવામાં બિલ વગરના ચાઇનાના મોબાઈલ સાથે વેપારી ઝડપાયો

- text


એસઓજી ટીમે રૂ.૩૪૮૫૦ ની કિંમતના ૪૩ ફોન કબ્જે કર્યા

મોરબી : મોરબી એસઓજી ટીમે હળવદ તાલુકાના ચરાડવા ગામમાંથી ચાઇના અને ભારતીય બનાવટના બિલ વગરના ૪૩ નંગ મોબાઈલ સાથે વેપારીને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસોજીની ટીમ આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાવડા મોબાઈલ નામની દુકાનમાં ચેકીંગ કરતા રૂપિયા ૩૪૮૫૦ ની કિંમતના ૪૩ નંગ ચાઇના અને ભારતીય મોબાઈલ શક પડતી મિલકત તરીકે કબ્જે લઇ દુકાન માલિક ધર્મેશ ગોરધનભાઇ ચાવડા ઉ. ૨૮ રે.ગોપાલનગર ચરાડવા વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, પ્રવિણસિંહ ઝાલા સહિતનાઓએ કરી હતી.

- text