મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમ આજે મોરબીની મુલાકાતે આવી હતી અને મોરબી બાર કાઉન્સિલ અને વકીલો સાથે મિટિંગ યોજી મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર અનિરુદ્ધસિંહ ઝાલા અને તેમની ટીમ આજે મોરબીની મુલાકાતે આવી હતી અને વકીલોના આઇડેન્ટિટી કાર્ડ, સનદ, વેલ્ફેર, સહાય સહિતના જુદા - જુદા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ મનીષ જોશી, સેક્રેટરી બાબુલાલ હડિયલ, જો.સેક્રેટરી કાસમભાઈ ભોરિયા તેમજ તમામ કારોબારી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.