મોરબીમાં ભાંગનો ઓવરડોઝ : યુવાન સારવારમાં ખસેડાયો

- text


મોરબી : બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રીના પર્વની ઉજવણીમાં ભાંગ ચડવાના અનેક બનાવો બનતા રહે છે ત્યારે મોરબીમાં પણ આવા જ એક બનાવમાં યુવાને વધુ પડતી ભાંગ પી જઇ ભાન ભૂલી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રણછોડ નગર વિસ્તારમાં રહેતા જગદીશ ખીમજીભાઈ લોહિયા ઉ.૨૮ નામનો યુવાન શિવરાત્રીમાં પ્રસાદરૂપે લેવાતી ભાંગનું વધુ માત્રામાં સેવન કરી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- text

ભાંગ ચડી જવાના આ ચકચારી બનાવ સંદર્ભે પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

- text