મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તરમાં આવેલ ઓફિસમાંથી તસ્કરો લેપટોપ અને એલસીડી ટીવી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ ૧૪ માં આવેલ પટેલ ટ્રેડિંગ નામની પૅઢીમાંથી અજાણ્યા તસ્કરો લેપટોપ, ચાર્જર, એલસીડી ટીવી સહિતની ૨૭૫૦૦ રૂપિયાની માલમતા ચોરી જતા ભાવેશભાઈ પટેલ, રે. છત્રાલય રોડ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.