મોરબી : મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ દ્વારા આવતીકાલે વર્કશોપ અને સેમિનારનું આયોજન કરાયુ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી સંઘ ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સરવડ ગામે આવેલ ચેતેશ્વર હનુમાનજી મંદિર ખાતે વહીવટી વર્કશોપ અને સેમિનારનું આયોજન કરાયું છે જેની તમામ સભ્યોએ નોંધ લઈ હાજર રહેવા જણાવાયું છે.