મોરબીમાં સુલભ બંધ !! લોકો જાહેરમાં સુ..સુ.. કરવા મજબૂર

- text


શહેરની માધ્યમા આવેલા ગાંધીબાગ વિસ્તારના સુલભને અલીગઢિયા તાળા

મોરબી : મોરબી નગર પાલિકામાં અંધેર વહીવટને કારણે પ્રજા ગંદકી, ટ્રાફિક સહિતની સમસ્યાઓથી મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે હવે તો સુલભ શૌચાલય અને જાહેર યુરિનલને બંધ કરી દેવાતા લોકો જાહેરમાં સુ…સુ… કરવા મજબૂર બન્યા છે.

મોરબીમાં ખાડે ગયેલી નગરપાલિકા દ્વારા સફાઈ, પાણી, લાઈટ અને ગંદકીની સમસ્યા દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે સિવિલ હોસ્પિટલ નજીકનું સુલભ શૌચાલય બંધ કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી શહેરની મધ્યમા આવેલ ગાંધીબાગ નજીકનું શૌચાલય પણ બંધ કરી દેતા લોકોને જાહેરમાં લઘુશંકાએ જવું પડે છે.

- text

આ મામલે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ગાંધીબાગ નજીક પોસ્ટ ઓફીસ, બેન્ક અમે બજાર આવેલી હોય મોરબી શહેર અને ગ્રામ્ય પ્રજાની વ્યાપક અવર જવર આ વિસ્તારમાં હોય લોકોને લઘુશંકા કરવા જવામાં ખૂણા ખાચરા ગોતવા પડે છે.

વધુમાં પાલિકા તંત્ર દ્વારા સુલભ બંધ કરાતા ખાસ કરીને મહિલાઓની હાલત ખૂબ જ દયનિય બની છે કારણ કે નગર દરવાજા ચોકથી લઈ ગાંધીબાગ, નવાડેલા રોડ સહિત એક પણ જગ્યાએ શૌચાલય ન હોય લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

- text