મોરબીના કાલિકા પ્લોટમાંથી ૩૧૫ લીટર દેશી દારૂ ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબી સ્ટાફે દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવા હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત અત્રેના કાલિકા પ્લોટમાં જલાલ ચોકમાં દરોડો પાડી ૩૧૫ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના કોન્સ્ટેબલ ભાગીરથસિંહ ઝાલાએ કાલિકા પ્લોટમાં આવેલ જલાલ ચોક નજીક રહેતા અલી આમદભાઈ પલેજાના રહેણાંક મકાનમાં દેશીદારૂ હોવાની બાતમીને પગલે દરોડો પડતા ૬ બચકા ભરીને દેશી દારૂ તથા ૨૦ – ૨૦ લિતરના બે કેરબા દેશીદારૂ ભરેલા મળી આવતા આરોપીની રૂપિયા ૬૦૩૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

- text

આ દરોડા દરમિયાન અન્ય આરોપી સુલતાન ઉર્ફે રાજુ દાઉદભાઈ પલેજા પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો જયારે ઇમરાન મામદભાઈ પલેજા મળી આવ્યો ન હોય પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી નાસી છૂટેલા સુલતાન તેમજ ઇમરાનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text