માળીયાના નાના દહીંસરામાંથી એક શખ્સ બંદૂક સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે માળીયા મિયાણાના નાના દહીંસરા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા અને નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે એસઓજી ટીમે ગઈકાલે માળીયાના નાના દહીંસરા ગામેથી રહીમ જીવાભાઈ સુથા, ઉ. ૨૬ નામના આરોપીને ગેરકાયદે બંદૂક કિંમત રુપિયા ૨૦૦૦ સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

પોલીસની આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text