સતવારા સમાજની મહિલા સાથે ગાલી ગલોચ કરનાર પીએસઆઇ મોરી વિરુદ્ધ પગલાં ભરો મોરબી : જામનગર જિલ્લાના સિક્કા તાલુકાના આમરા ગામની સતવારા સમાજની મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પીઆઇ વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ સાથે મોરબી સતવારા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરબી સતવારા સમાજના આગેવાનોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ સિક્કાના આમરા ગામે રહેતા સતવારા સમાજના મહિલા જયશ્રીબેન રમેશભાઈ ધારવીયા સાથે સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મોરી દ્વારા બેફામ ગાલી ગલોચ કરી અભદ્ર વ્યવહાર કરતા પગલાં ભરવા માંગ કરી હતી. વધુમાં સતવારા સમાજ દ્વારા સિક્કા પીએસઆઇ દ્વારા મહિલા સાથે કરેલા અભદ્ર વ્યવહારની ઓડિયો કલીપ પણ વાઇરલ થઈ હોવાનું જણાવી તાકીદે આ પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા માંગણી ઉઠાવી હતી.