મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીરામીક સીટી પાછળ આવેલ ઉમિયાનગરમાં રહેતી સગીરાનું લગ્ન કરવાના ઇરાદે કોળી યુવાન અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સીરામીક સીટી પાછળ આવેલ ઉમિયા નગરમાં રહેતી સગીરાને આજ વિસ્તારમાં રહેતો દિનેશ અરજણભાઈ કોળી નામનો યુવાન લગ્ન કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી ઉઠાવી જતા આ મામલે સગીરાની માતા એ અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે આરોપી દિનેશ અરજણભાઈ કોળી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.