મોરબીમાં મારી સાથે પ્રેમ સંબંધ કેમ નથી રાખતી કહી યુવતીને જાનથી મારી નાખવા ધમકી

- text


મોરબી : મોરબીમાં પૂર્વ પ્રેમિકાએ પ્રેમ સંબંધો તોડી નાખતા પ્રેમી સહિતના બે શખ્સોએ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મકરાણીવાસમાં રહેતા હલીમાંબેન કાસમભાઈ બ્લોચ નામની યુવતીને પૂર્વ પ્રેમી ચિરાગ કોળી રે.માધાપર અને નિઝામ મિયાણા રે મચ્છીપીઠ મોરબી વાળાએ પ્રેમ સંબંધ કેમ નથી રાખતી કહી તેણીના ઘર પાસે આવી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે હલીમાંબેને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

પ્રેમિકાને જાનથી મારી નાખવા ની ધમકી આપવા મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

- text