એલસીબીએ માધાપર ચોકમાંથી ઓપરેશન પાર પાડી આરોપીને પ,૧૦,૧૦૦ ના મુદામાલ સાથે અટકાયતમાં લીધો મોરબી : મોરબી શહેરમાં વધી રહેલી ગુંડાગીરીને ભરી પીવા એલસીબી ટીમ દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા શખ્સોને ઝડપી લેવા કરેલી કાર્યવાહી અંતર્ગત મોરબીના કુખ્યાત શખ્સને દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે ઝડપી લઈ રૂપિયા ૫,૧૦,૧૦૦ નો મુદામાલ કબ્જે કર્યા હતો. મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસની સૂચના અન્વયે એલસીબી ટીમના નિરવભાઇ મકવાણાને મળેલ બાતમીને આધારે શહેરના માધાપર ચોકમાંથી સ્વીફટ ડીઝાયર કાર નંબર GJ-03-FK-4745 મા પસાર થતા શેરઅલી ઉર્ફે શેરો ઇસ્માઇલભાઇ મોવર રહે.મોરબી માધાપર જડેશ્વર ચેમ્બર ત્રીજોમાળ તા.જી.મોરબી વાળાને અટકાવી તલાશી લેતા દેશી બનાવટની એક પિસ્તોલ તથા એક જીવતો કાર્ટીઝ મળી આવ્યા હતા જેને પગલે શેરાને ઝડપી લીધો હતો વધુમાં આરોપીએ આ પિસ્તોલ દિવ્યરાજસિંહ ઉર્ફે લકિકરાજસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ/દરબાર રહે.હાલ ધ્રાંગધ્રા વાળા પાસેથી લીધાની કેફિયત આપી હતી. આ મામલે એલ.સી.બી.એ દેશી બનાવટની પિસ્તોલ કી.રૂ.૧૦,૦૦૦/- તથા એક જીવતો કાર્ટીસ કી.રૂ.૧૦૦/- તથા મારૂતી સ્વીફ્ટ ડીઝાયર કાર કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ મળીને ૫,૧૦,૧૦૦ મુદામાલ સાથે નામચીન શખ્સને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='18377,18378']