મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડીંગ માટે લાંબા સમય બાદ જિલ્લા કલેકટર તંત્ર મોરબી દ્વારા ગઈકાલે લાલબાગ ખાતે ૧૦ હજાર ચોરસ મીટર જગ્યાનો કબજો વિધિવત રીતે સોંપી આપવમાં આવ્યો હતો. મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ ના નવા બિલ્ડિંગ માટે આશરે ૧૦,૦૦૦ ચો.મી. જગ્યાનો (જુની ફેબ્રીકેટ કોર્ટ- લાલબાગ) નો કબ્જો કલેક્ટરેશ્રીના હુકમથી મામલતદાર મોરબી એ પંચનામું કરી ને ડીસ્ટ્રીકટ કોર્ટ ને સોપવામાં આવ્યો હતો. આ તકે ડીસ્ટ્રીકટજજ રીજવાના ઘોઘારી, જોઇન્ટ ડીસ્ટ્રીકટ.જે. મુન્શી સાહેબ, ચીફ જયુડી મેજી. પટેલ, ડી.એલ.એસના પરમાર તથા મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ જીતુભા જાડેજા,ઉપ પ્રમુખ મનિષ જોષી, જોઇન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા તેમજ કોર્ટે સ્ટાફ રાજપરા ભાઈ,સાંગાણી ભાઈ હાજર રહયા હતા.