ટંકારાના લૂંટના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


એસઓજી દ્વારા મોરબીના વિશિપરમાંથી કુખ્યાત શખ્સને ઝડપી લેવાયો

મોરબી : ટંકારા નજીક થયેલી લૂંટમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા કુખ્યાત શખ્સને ઝડપી લેવામાં મોરબી એસઓજી ટીમને સફળતા મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા નજીક થયેલ લૂંટના ગુન્હામાં ટંકારા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫ માં નોંધાયેલ ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી સલમાન ઇકબાલભાઈ મોવર ઉ. ૨૦ રે. ખન્ના માર્કેટ ગાંધીધામ કચ્છ વાળાને બાતમીને આધારે એસઓજી ટીમે ઝડપી લીધો હતો.

- text

પોલીસની આ સફળ કામગીરી એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, કો.નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વઘડીયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text