વાંકાનેરના ધમલપર ગામના શખસે રાજકોટ સિવિલ હોસ્પિટલ નજીકથી મોટરસાયકલ ચોર્યાની આપી કબૂલાત મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રાજકોટ શહેરમાં હોન્ડા ચોરીને અંજામ આપનાર વાંકાનેરના ધમલપરના શખ્સને ઉઠાવી લઈ પૂછપરછ કરતા ત્રણ હોન્ડાચોરીનો ભેદ ખુલવા પામ્યો છે. મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ વાહનચોરીના ભેદ ઉકેલવા સૂચના અપાતા એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરાએ બાતમીને આધારે વાંકાનેરના ધમલપર ગામના રમેશ વાઘજીભાઈ બાવરવાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી રમેશે રાજકોટ સિવિલ હોસ્પિટલ નજીકથી ત્રણ હોન્ડા મોટર સાયકલ ચોર્યા હોવાની કબૂલાત આપી ત્રણેય વાહનો કાઢી આપતા એલસીબીએ ૬૫,૦૦૦ ની કિંમતના વાહનો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.