મોરબી : જીલ્લામાં આજે 8 જેટલી ગ્રામપંચાયત ની મતગણત્રી પૂર્ણ થઈ ગઈ છે. મોરબી જીલ્લામાં કુલ 14 જેટલી ગ્રામપંચાયત માં ચુંટણી યોજાવાની હતી જે પૈકી 6 જેટલી ગ્રામપંચાયતો સમરસ થતા બાકીની 8 જેટલી ગ્રામપંચાયતો માં ચૂંટણી યોજાઈ હતી. મોરબી જીલ્લાની ભડિયાદ, ઘુનડા, ધૂળકોટ, આમરણ, ફાટસર,સામપર, ઉટબેટ શામપર અને બેલા ( રંગપર) એમ 8 જેટલી ગ્રામપંચાયતની મતગણત્રી શાંતિપૂર્ણ વાતાવરણ માં પૂર્ણ થઈ ગઈ છે. મોરબી જીલ્લાની ગ્રામપંચાયતો ના વિજેતા સરપંચો ના નામ જોઈએ તો.... ગ્રામ પંચાયત ચુંટણી પરીણામ ગામ-બેલા (આમરણ) : વિજેતા સરપંચનું નામ- શિવલાલ કાસુન્દ્રા ગામ- ધૂળકોટ : વિજેતા સરપંચનું નામ- નટવરભાઈ રાઘવાણી ગામ- ઘુંનડા : વિજેતા સરપંચનું નામ- પ્રવીણભાઈ રંગપરિયા ગામ- ઉટબેટ શામપર : વિજેતા સરપંચનું નામ- હંસાબેન પરમાર ગામ- આમરણ : વિજેતા સરપંચનું નામ- મોહનભાઇ પરમાર ગામ- રામપર (પા.) : વિજેતા સરપંચનું નામ- પ્રેમીલાબેન ચૌહાણ ગામ- ફાટસર : વિજેતા સરપંચનું નામ- કાશીબેન રાઠોડ ગામ- ભડીયાદ : વિજેતા સરપંચનું નામ- મંજુલાબેન ચૌહાણ [gallery size='large' td_select_gallery_slide='slide' ids='18298,18296,18297,18295']