સામાકાંઠે મકાનમાં થયેલ રૂ. 7.92 ઘર ફોડીનો ભેદ ઉકેલાયો : ચોરીનો મુદામાલ વેચવા આવ્યાને પોલીસે દબોચી લીધા મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકિર્તી સોસાયટીમાં માં ગત 22મી જનયુઆરીના રાત્રિના વેપારીના ઘરમાં થયેલ સોના ચાંદી સહિત 7.92 લાખના મુદામાલ સહિતની ચોરી તેમજ એક કાર ચોરી ના ગુનામાં એ ડિવિઝન પોલીસના કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા ની બાતમીના આધારે બી ડિવિઝન પીઆઇ ઝાલા પીએસઆઇ પટેલ, અને પીએસઆઈ એ બી જાડેજાની ટીમે મોરબીના શકતી ચેમ્બર નજીકથી ચીખલીગર ગેંગ ના ત્રણ સાગરીત લાખવસિંઘ રઘુનાથસિંઘ,કલ્લુસિંહ ઉર્ફે અત્તરસિંઘ માયાસિંગ બાવરી,સુનિલસિંગ અર્જુનસિંહ બાવરા રહે તમામ વડોદરા વાળાને ચોરીનો માલસામાન વેચે તે પહેલાં ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ 80,000,સોના ચાંદીના દાગીના અને એક કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપીઓ ની પૂછપરછ કરતા તેઓ ભૂંડ પકડવાના બહાને જે તે વિસ્તારમાં જઇ રેકી કરતા હોવાનું અને તમામ ડુપ્લીકેટ ચાવી બાનવવાના માહિર હોવાથી દરવાજાના લોક તોડવાની જાણકારી ધરાવતા હોવાથી ઝડપી ગુંનાને અંજામ આપતા હતા.હાલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કલલું સિંહ મારમારી અને 27 ઘરફોડીના ગુન્હો કર્યો હોવાનું જ્યારે સુનિલસિંગ 7 ચોરીમાં હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેકનીય છે ગુજરાતમાં એક સમયે ચીખલીકર ચોર ગેંગે ભારે આંતંક મચાવ્યો હતો. ત્યારે મોરબીની ચોરીમાં આ ગેંગની સંડોવણી ખુલતા પોલીસ તપાસમાં ચીખલીકર ચોર ગેંગના વધુ કારસ્તાન બહાર આવે તેવી શક્યતા છે.