સીરામીક હબમાં યોજાયેલ એક્ઝીબિશનમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરી અનેક કંપનીઓએ ભાગ લીધો મોરબી : વિશ્વમાં સીરામીક હબ ગણાતા સ્પેનમાં યોજાયેલ સીરામીક એક્ઝીબિશનમાં મોરબીની સીરામીક કંપનીઓએ પોતાની પ્રોડકટ રજુ કરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, આ એક્ઝીબિશનમાં મોરબીની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ પાર્ટીસિપેટ કરી રહી છે. વિશ્વના સિરામીક ઉધોગમા સ્પેનની આગવી ઓળખ છે, હાલ સ્પેનના વેલેન્સીયા ખાતે સેવીસામા એકઝીબીશન ચાલી રહ્યું છે જેમા મોરબીના ઉધોગકારો એ ડંકો વગાડી પોતાની અવનવી નમૂનેદાર પ્રોડકટ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ આ સ્પેનના એક્ઝિબીશનમાં આશરે ૨૦૦ થી વધુ ઉધોગકારો મુલાકાતે ગયા છે જેમાં મોરબીની ઘણી બધી કંપનીઓએ પણ પોતાના સ્ટોલ ત્યાં રાખ્યા છે. આમ, હવે મોરબીના સીરામીક ઉદ્યોગકારો વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા તત્પર બન્યા હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='18274,18275,18277,18278,18279,18280,18276']