આવતી કાલે વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા થાનગઢ અને મોરબી મુકામે ૩૧ મા સમુહ લગ્નોત્સવ યોજાશે. મોરબી : આવતીકાલે સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજ ના ૩૧ મા સમુહ લગ્નોત્સવનું થાનગઢ અને મોરબી મુકામે યોજાશે જેમાં ૩૬ નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે આ જાજરમાન આયોજનને કાર્યકર્તોઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જાણવા મળ્યા મિજબ થાનગઢ વરીયા પ્રજાપતિ સમાજની વાડી મુકામે આ સમૂહ લગ્નમાં કુલ ૨૨ નવ દંપતિઓ તેમજ મોરબી રીવેરા સીરામીક દરિયાલાલ કાંટા મુકામે ૧૪ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. આ સમુહ લગ્નમાં સાધુ,સંતો,રાજકિય આગેવાનો, તેમજ સમાજના આગેવાનો નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે.આયોજન ને સફળ બનાવવા થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ અમરશીભાઈ રવજીભાઈ અંદોદરીયા તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોકળભાઈ અણદાભાઈ ભોરણીયા અને સમુહ લગ્ન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.