વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે સરતાનપર રોડ પરથી વિદેશીદારૂ વેચાણ કરવાને ઇરાદે નીકળેલા શખ્સને ૮ બોટલ દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ વાંકાનેર પોલીસે દલસુખભાઈ અંબારામભાઈ સાતનીયા પટેલ ઉવ-૩૦ ધંધો-મજુરી રહે- સરતાનપર રોડ પેસન સીરામીક પાસે આવેલ મનજીભાઈની ઘંટીની દુકાન પાસે તા.વાંકાનેર મુળ રહે- ગામ- વાંગધ્રા તા-વીંછીયા જી-રાજકોટ વાળાને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા પરપ્રાતીંય ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ અલગ અલગ બ્રાન્ડની કંપની શીલ બંધ બોટલ નંગ-૮ કિ.રૂ. ૨૪૦૦/- ની વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]