ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે કાર્યાલયનું થશે ઉદઘાટન મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કર્યો કરવાની ભાવના સાથે આવતીકાલે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંગઠનના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંગઠનનું ખુબજ મોટું નામ છે જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું અદકેરું સ્થાન છે, જેથી શિક્ષકોના આ સંગઠન દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે નવા બસટેન્ડ મોરબી સામે હોટલ મનાલી નીચે ઇલોરા શોપિંગ સેન્ટરમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠનના વિધિવત કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી.જાડેજા કાર્યાલયનું ઉદઘાટન કરશે, આ તકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ, કોષધ્યક્ષ ભાભલુંભાઈ વરૂ, ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, મોરબી જિલ્લા પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી યુસુબભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા તથા રમેશભાઈ જાકા સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યોએ હાજર રહેવા મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાની યાદીમાં જણાવાયું છે.