મોરબી ; મોરબી જિલ્લાની આઠ ગ્રામ પંચાયતોમાં આજે હાથ ધરાયેલ મતદાનમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૧.૪૫ ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાની આઠ ગ્રામપંચાયતોની ચૂંટણી પ્રક્રિયામાં આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં સવારે પ્રથમ બે કલાક દરમિયાન માત્ર ૧૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું પરંતુ બાદમાં બપોરે બાર વાગ્યા સુધીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળતા બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૪૧.૪૫ ટકા પહોંચી ગઈ હતી.