મોરબી : મોરબીના વાઘપરામાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર - ૫ માં રહેતા ગીતાબેન ડેવીશભાઇ ઉવ-૨૯ ને લગ્નના પાંચ વર્ષ પછી અવાર નવાર કોલ્હાપુર હૈદરાબાદ તથા મોરબીમાં પતિ (૧)ડેવીશ રસીક ભાઇ પરમાર (પતિ) (૨)રસીકભાઇ ઓધવજીભાઇ. સસરા (૩) અને વર્ષાબેન રસીકભાઇ (સાસુ ) રહે મોરબી વાઘપરા શેરી નં -૮ દ્વારા ઝઘડો કરી ગાળો દઇ માર-મારતા અને તેના સાસુ-સસરા અવાર-નવાર ઘરના કામકાજ બાબતે મેણા-ટોણા મારતા અને શારીરીક તથા માનશીક દુખ ત્રાસ આપતા અવાર-નવાર કામકાજ બાબતે મેણા-ટોણા મારી ફરી.ને શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કરતા ફરિયાદ નોંધાઇ છે આ મામલે ગીતાબેનની ફરિયાદના આધારે આર.એમ.ચાવડા એ.એસ.આઇ મહિલા પો.સ્ટે. દ્વારા ગુન્હો નોંધી સ્ત્રી અત્યાચાર કાયદા હેઠળ પગલાં ભરવા તજવીજ શરૂ કરી છે.