બળાત્કારની ફરિયાદ પછી ખેંચવા નાણાં માંગતા હોવાની યુવકના પિતા દ્વારા ફરિયાદ ટંકારા : ટંકારાના સજનપર ધૂનડા ગામના યુવાને એસિડ પી આપઘાત કરી લેવા પ્રકરણમાં મૃતકના પિતાએ બે શખ્સો વિરુદ્ધ મારવા મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ સજનપર ધૂનડાના ધર્મેશ ગીરીશભાઈ શેરસિયા નામના યુવાને એસિડ પી આપઘાત કરી લેતા આ મામલે તેના પિતા ગીરીશભાઈ શેરસિયાએ અગાઉ થયેલ બળાત્કારની ફરિયાદ મામલે ધવલ વડગામડિયા અને હસમુખ વડગામડિયા પોતાના પુત્ર પાસે સમાધાન બાબતે નાણાંની માંગ કરતા હોવાથી તેમના પુત્રે આપઘાત કર્યાનું જણાવ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.