લજાઈ ખેતમજૂરી કરતી પરિણીતા છેક હળવદ પહોંચી ગઈ ! મોરબી : મોરબી ૧૮૧ ટીમ દ્વારા લજાઈ ગામે ખેત મજૂરી કરવા આવેલ અને છેક હળવદ પહોંચી ગયેલ પરિણીતા પ્રસુતિ બાદ ગુમસુમ થઈ જતા આજે તેના પતિ સાથે સુખદ મિલાન કરાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ આજે ૧૮૧ ટીમને ફોન આવ્યો હતો કે એક મહિલા ત્રણ દિવસથી ગુમસુમ હાલત માં છે અને સાથે એક પાંચ વર્ષની બાળકી અને એક ત્રણ દિવસનું બાળક છે, આ બાબતે જાગૃતતા દાખવી ટીમ તુરત જ પ્રસૂતા મહિલા પાસે પહોંચી હતી. વધુમાં ટીમ ૧૦૮ ના કાઉન્સિલર જાગૃતિ મકવાણા અને પાયલોટ દિલીપ દુલરીયાએ મહિલાનું કાઉન્સિલિંગ કરતા આ મહિલા મૂળ મધ્યપ્રદેશની હોવાનું અને હાલ લજાઈ ગામે ખેતમજૂરી કરવા પતો સાથે આવી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ૧૮૧ ટીમે લજાઈ કોન્ટકટ કરતા તેમના પતિ મળી આવ્યા હતા અને આ મહિલાને તેમના પતિ અને બાળકો સાથે સુખદ મિલાન કરાવવામાં ટીમ ૧૮૧ સહભાગી બની હતી.