ગુંડા - લૂખા તત્વોને નેસ્ત નાબૂદ કરવા માંગણી ઉઠાવતી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વાંકાનેરની સંસ્થાઓ વાંકાનેર : વાંકાનેરના ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખંડણીના ઇરાદે ફાયરિંગ કરી જાનથી મારી નાખવા મામલે આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુંડા લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા માંગણી ઉઠાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ ૨૩ ના રોજ વાંકાનેરના સીરામીક ઉદ્યોગપતિ અને ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલને ફોન કરી મોરબીના ભારુભા લાલુભા ગઢવી નામના શખ્સ દ્વારા ૨૦ લાખની ખંડણી પડાવવા મામલે ફાયરિંગ કરી જાનથી મારી નાખવા આપી હતી. આ મામલે આજે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હૅઠળ ૧૫૦ જેટલા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુંડા અને લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી હતી. વધુમાં આ ખંડણી પ્રકરણમાં ભારુભા વિરુદ્ધ પગલાં લઈ તેમની પાછળ કોણ કોણ સંડોવાયેલ છે તે તપાસ કરી ગુન્હેગારોને ખુલ્લા પાડવા ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='17701,17702,17704,17703']