વાંકાનેરના કેરાળા નજીક ટ્રક ડ્રાઇવરે જુના ક્લીનરને માર મારતા ફરિયાદ નોંધાઇ વાંકાનેર : અગાઉ ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા ઇમરાનભાઇ યુનુશભાઇ શાહમદાર ઉ.વ. ૩૨ રહે કેરાળા વાળાને વાંકાનેર વાલાભાઇ દેવાભાઇ ભરવાડ રહે મોરથળાના તા. થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાએ તું ક્લીનર તરીકે કેમ કામે નથી આવતો કહી ભુડાબોલી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ તેના હાથમાની લોખંડની ટોમી માથાના ભાગે મારી ઇજા કરી તેમજ પગ થી પાટા મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલિસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે જીલ્લા મેજી સાહેબના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.