મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ૬૯ માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી અનાથ આશ્રમની બાળાઓ અને વૃધ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજન કરાવ્યા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.કે.ઝાલા અને સર્વેલન્સ પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે આજે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવા અનાથાશ્રમની ૧૨૦ દીકરીઓ અને વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું હતું અને પોતે પણ સાથે ભોજન લઈ આનોખા આનંદની લાગણી અનુભવી હતી.