મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે ૫૦૦ મીણબત્તી પ્રજ્વલિત કરી રાષ્ટ્ર ધ્વજ બનાવાયો હતો. આજરોજ નીલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા દ્વારા અલગ રીતે ૨૬ જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૫૦૦ થી વધુ મીણબત્તી દ્વારા ધ્વજ બનાવી ઉજવણી કરવામાં આવી હતી. આમ, નિલકંઠ વિધાલયના સંચાલક યાજ્ઞિકભાઈ ધમાસણા અને બધા સ્ટાફ મિત્રો અલગ રીતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરી હતી.