મોરબી : ફિલ્મ પદ્માવતના વિરોધમાં આજે ભારતબંધના એલાનને પગલે વાંકાનેર અને ટંકારા શાંતિપૂર્ણ બંધ રહ્યા હતા અને વાંકાનેરમાં આગેવાનો દ્વારા નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફિલ્મ પદ્માવતના વિરોધમાં આજે રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને પગલે સવારથી જ મોરબી શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ બંધ પાડવામાં આવ્યો હતો દરમિયાન વાંકાનેરમાં વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણીસેના, ક્ષત્રિય આગેવાનો, ભાજપ આગ્રણી જીતુ સોમાણી સાહિતનાઓએ નેશનલ હાઈવે બંધ કરાવી ચક્કાજામ સર્જ્યો હતો, જો કે પોલીસે તુરત જ ટોળા વિખેરી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો. બીજી તરફ ટંકારામાં પણ સવારથી તમામ મુખ્ય બજારો બંધ રહી હતી અને ક્ષત્રિય આગેવાનો રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર કર્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='17516,17517,17518,17519,17520,17521']