જયરાજ સોલાર દ્વારા મોરબીની સેવામાં ૨૭ મીથી ઘરઆંગણે સેવા મોરબી : મોંઘા વિજબીલથી મામુલી ખર્ચે રાહત અપાવવા મોરબીમાં આગામી ૨૭ મી જાન્યુઆરીથી જયરાજ સોલાર સેવા શરૂ થઈ રહી છે.જે આપણે મંથલી વિજબીલમાં રાહત આપવાની સાથે કમાણી પણ કરાવશે. મોરબી શહેરમાં અત્યાર સુધી સ્થાનિક કક્ષાએ સોલાર રુફટોપ સિસ્ટમ લઈને કોઈ કંપની કે પેઢી આગળ આવી નથી ત્યારે જયરાજ સોલાર દ્વારા આગામી ૨૭ જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. જયરાજ સોલાર સિસ્ટમ દ્વારા આપના ઘર આંગણે સોલાર પાવર ઉતપન્ન કરવા સોલાર રુફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી કરશે, શરૂઆતના તબક્કે સોલાર સિસ્ટમ ફિટિંગ અને કાર્યાન્વિત કરવાનું કામ કરતા જયરાજ સોલાર દ્વારા આગામી સમયમાં સોલાર પેનલનું પ્રોડક્શન પણ મોરબીમાં શરૂ કરાશે. વધુમાં જયરાજ સોલારના હરીશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે આજના સમયમાં મોંઘી બનેલ વીજળીનો સરળ ઉકેલ સોલાર પાવર છે રહેણાંક કે ઔદ્યોગિક વપરાશમાં આ સોલાર સિસ્ટમ ખુબજ કિફાયતી સાબિત થનાર છે અને ફૂલી ગેરેન્ટીવાલી સિસ્ટમ જયરાજ સોલાર પુરી પાડશે.